કોન્ટ્રાકટકર્મીએ 1.35 કરોડની ઉચાપત કરી, અધિકારીઓની સંડોવણીની આશંકા
કોન્ટ્રાકટકર્મીએ 1.35 કરોડની ઉચાપત કરી, અધિકારીઓની સંડોવણીની આશંકા
Published on: 27th June, 2026

જામનગર ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (RKS)માં ₹1.35 કરોડની ઉચાપતનો પર્દાફાશ થયો છે. કોન્ટ્રાકટકર્મી શોભિત ગર્ગ સામે ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડને કારણે સરકારી નિયમોના અમલીકરણમાં બેવડી નીતિ સામે આવી છે. જી.જી.હોસ્પિટલની RKSમાં ₹2 લાખથી વધુ ખર્ચ માટે સચિવની મંજૂરી અનિવાર્ય છે, જ્યારે ડેન્ટલ હોસ્પિટલમાં એક જ વ્યક્તિની સહીથી મોટો વહીવટ ચાલે છે. આ બાબતે અધિકારીઓની સંડોવણીની શંકા ઉપજાવી રહી છે. આરોપીએ ફ્રોડ એકાઉન્ટ્સમાંથી શેરબજાર અને મિલકતોમાં રોકાણ કર્યું હતું.