Surat: ઈચ્છાપોરમાંં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો
Surat: ઈચ્છાપોરમાંં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો
Published on: 15th February, 2026

pસુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમાજમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી આ ઘટનામાં એક મૂક-બધિર (બહેરા-મૂંગા) યુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહને દબોચી લીધો છે./ph2bયુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું /b/h2pપોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી અભિષેકે ભોગ બનનાર મૂક-બધિર યુવતીના કેટલાક ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ વાયરલ કરવાની ધમકી આપી તે યુવતીને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. પોતાની લાચારી અને સમાજમાં બદનામીના ડરના કારણે યુવતી કશું બોલી શકી નહોતી, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું./ph3bપોલીસની કાર્યવાહી/b/h3pઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી અભિષેક મોતીલાલ શાહને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે અને ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કોર્ટ કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે./ppa href="https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/accused-who-held-manager-hostage-and-committed-robbery-in-adajan-gets-15-years" target="_blank"આ પણ વાંચો: Surat: અડાજણમાં મેનેજરને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપી 15 વર્ષે ઝડપાયો/ab/b/ppbbr/b/p