શેરબજારમાં રોકાણના નામે ડેરી કર્મચારી સાથે ૧૯.૬૩ લાખની છેતરપિંડી
શેરબજારમાં રોકાણના નામે ડેરી કર્મચારી સાથે ૧૯.૬૩ લાખની છેતરપિંડી
Published on: 11th September, 2026

વડોદરામાં ફેસબુક પર શેરબજારમાં રોકાણની જાહેરાત જોઈ ડેરીના કર્મચારીને 'મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ'ની આસિસ્ટન્ટ મેનેજર કૃપા ડી અને તેની ટીમે પ્રી-IPO માં રોકાણ કરી ઊંચો નફો કમાવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં ૧ લાખનું રોકાણ કરીને ૧.૩૭ લાખનો નફો બતાવાયો અને ૧.૦૬ લાખ પરત મળતા વિશ્વાસ બેઠો. બાદમાં, મે ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ દરમિયાન કુલ રૂ.૨૦,૬૯,૦૦૦ રોકાણ કર્યું. વેબ પેજ પર રૂ.૨.૧૧ કરોડનો નફો બતાવી, રકમ ઉપાડવા વધુ ૪૩.૧૧ લાખ માંગ્યા અને ન આપતાં એકાઉન્ટ બ્લોક કર્યું. કુલ રૂ.૧૯.૬૩ લાખની છેતરપિંડી થતાં સાયબર હેલ્પલાઈન અને પોલીસમાં ફરિયાદ નોંધાઈ.