દાહોદની એમ્બ્યુલન્સમાં રૂ. 86 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો
દાહોદની એમ્બ્યુલન્સમાં રૂ. 86 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો
Published on: 28th July, 2026

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ રોકવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પાસિંગ ધરાવતી આ એમ્બ્યુલન્સમાંથી રૂ. 86 લાખ ઉપરાંતનો 575 કિલો અફીણના જીંડવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે એમ્બ્યુલન્સના ચાલક, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભવરારામ રેખારામ જાટની ધરપકડ કરી. આ અફીણ મધ્યપ્રદેશના મંદસોરથી રાજસ્થાન તરફ લઈ જવાઈ રહ્યું હતું. પોલીસે કુલ રૂ. 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ડ્રગ્સ સિન્ડિકેટની દિશામાં તપાસ હાથ ધરી છે.