દહેગામના સાંપા ગામમાં વાંદરાનો આતંક
દહેગામના સાંપા ગામમાં વાંદરાનો આતંક
Published on: 09th October, 2026

દહેગામ તાલુકાના સાંપા ગામમાં એક વિફરેલા વાંદરાએ છેલ્લા બે દિવસથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ વાંદરાએ અત્યાર સુધીમાં છ જેટલા લોકોને બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધા છે, જેના કારણે ઇજાગ્રસ્તોને સારવાર લેવી પડી છે. પ્રાથમિક અનુમાન મુજબ, વાંદરો તેના ટોળાથી અલગ પડી ગયો હોવાથી હિંસક બન્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં પાંજરું મૂકવાની પણ તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ હજુ સુધી તેને પકડી શકાયો નથી. વાંદરાના આતંકને કારણે ગામના લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.