આર્થિક સંકડામણમાં વેપારીનો ગળા ફાંસો ખાઇને આપઘાત
Published on: 15th June, 2025
આર્થિક સંકડામણમાં આવીને આજવા રોડના વેપારીએ ઓફિસમાં જ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ રામદેવ નગર - ૨ ની સામે સાંઇ શ્રદ્ધા ડૂપ્લેક્સમાં રહેતા ૩૭ વર્ષના લિજુ રાજુભાઇ વર્ગીસ રામદેવ નગરમાં ભાડાની દુકાનમાં એલ.આર.ગ્રાફિક્સ નામની ઓફિસ ચલાવે છે અને પ્રિન્ટિંગનું કામ કરે છે. તેમણે મકાન લેવા માટે વર્ષ - ૨૦૨૧ માં એચ..ડી.એફ.સી. બેન્કમાંથી ૨૪ લાખની લોન લીધી હતી. જે લોનનો માસિક હપ્તો ૨૪ હજાર આવતો હતો. પંરતુ, આર્થિક સંકડામણના કારણે ઘણીવાર તેઓ સમયસર હપ્તો ચૂકવી શક્યા નહતા. તેમજ ધંધા માટે પણ લોકો પાસેથી રુપિયા ઉછીના લીધા હતા. આર્થિક સંકડામણના કારણે વેપારીએ આજે સવારે ઓફિસમાં પંખા પર ઓઢણી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર