અમદાવાદમાં બોસ સ્કેમમાં એકાઉન્ટન્ટનો ફોન હેક કરીને 80 લાખ રૂપિયાની ઠગાઈ
અમદાવાદમાં બોસ સ્કેમમાં એકાઉન્ટન્ટનો ફોન હેક કરીને 80 લાખ રૂપિયાની ઠગાઈ
Published on: 11th September, 2026

અમદાવાદના સાણંદ વિસ્તારમાં 'બોસ સ્કેમ'નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ઠગોએ રાઈસ મિલના એકાઉન્ટન્ટનો ફોન હેક કરીને 80 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. ઠગબાજોએ એકાઉન્ટન્ટના ફોનમાંથી તેના માલિકનો અસલી નંબર ડિલીટ કરી, પોતાના નંબર પર વેપારીનું નામ અને ડિસ્પ્લે પિક્ચર (DP) સેટ કરીને WhatsApp મારફતે નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારી પ્રદીપ રામવાણીની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હેકર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.