વડોદરામાં પ્રતાપનગરમાં ભાજપ ઉપપ્રમુખે લારીને કાર અથાડી
વડોદરામાં પ્રતાપનગરમાં ભાજપ ઉપપ્રમુખે લારીને કાર અથાડી
Published on: 25th July, 2026

પ્રતાપનગર રોડ પર વોર્ડ-12ના ભાજપ ઉપપ્રમુખ સમીર ગીરીશ પટેલે પોતાની કાર લારીમાં અથાડી દીધી, જેમાં ગોપાલભાઈ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો. કારની ટક્કરથી લારી તૂટી પડી અને ગોપાલભાઈના માથામાં ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત યુવકની ભત્રીજીના જણાવ્યા અનુસાર, કારચાલક અને અન્ય યુવક દારૂના નશામાં હતા. પોલીસ આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે અને કાર કબજે કરી લીધી છે. આરોપી સમીર પટેલની કારના 6 ઈ-ચલણ પણ પેન્ડિંગ હોવાનું બહાર આવ્યું છે.