ગોંડલ ચોકડી પાસે કારમાંથી 528 બોટલ દારૂ અને 168 બિયર ટીન સાથે ગુજસીટોક આરોપીની ધરપકડ
ગોંડલ ચોકડી પાસે કારમાંથી 528 બોટલ દારૂ અને 168 બિયર ટીન સાથે ગુજસીટોક આરોપીની ધરપકડ
Published on: 05th August, 2026

ગોંડલ ચોકડી નજીક PCB એ દરોડો પાડી ફ્રોન્ક્સ કારમાંથી વિદેશી દારૂની 528 બોટલ અને બિયરના 168 ટીન સાથે ગુજસીટોકનો આરોપી ભરત કમેજળીયાને ઝડપી પાડ્યો. પોલીસે કુલ રૂ. 7.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં સપ્લાયર સુખદેવસિંહ પરમારનું નામ ખુલતાં તેની પણ ધરપકડ કરાઈ. આરોપી જામીન પર છૂટ્યા બાદ દારૂની ખેપ મારતો હતો. PCB તેની જામીન રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે.