સુરતના અઠવાલાઇન્સમાં ઝીંગા સર્કલ પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું
સુરતના અઠવાલાઇન્સમાં ઝીંગા સર્કલ પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું
Published on: 05th September, 2026

સુરત શહેરના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ઝીંગા સર્કલ પાસેથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે વેચાઈ રહેલું MD ડ્રગ્સ (મેફેડ્રોન) ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી આશરે રૂ. 87,000 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને ખલિલ શેખ નામના ઈસમની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, અસ્ફાક નામના શખ્સે તેને આ ડ્રગ્સ પૂરો પાડ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.