અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર સરકારી જમીન પરના દબાણો પર તંત્રનો સપાટો
અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર સરકારી જમીન પરના દબાણો પર તંત્રનો સપાટો
Published on: 08th October, 2026

અમરેલીમાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રએ મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર લીલીયા રોડ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી થયેલા કાચા-પાકા દબાણોને બુલડોઝર અને જેસીબી (JCB) વડે દૂર કરાયા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ હાઈવે પર વાહનોની સરળ અવરજવર અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ ઝુંબેશમાં તમામ ગેરકાયદે બાંધકામો દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ધાર છે.