રાજકોટના આંબેડકરનગર સર્કલ પાસે સમાધાન સમયે યુવકની ઘાતકી હત્યા
રાજકોટના આંબેડકરનગર સર્કલ પાસે સમાધાન સમયે યુવકની ઘાતકી હત્યા
Published on: 14th October, 2026

રાજકોટના આંબેડકરનગર સર્કલ નજીક પાન-મસાલા બાબતે થયેલી તકરાર બાદ સમાધાન માટે બોલાવેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે મુખ્ય આરોપી અનિલ પરમાર, ધમો રાઠોડ અને એક સગીર સહિત ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.