જામનગર નજીક દરેડમાં પરપ્રાંતિય યુવકની હત્યાના ચારેય આરોપીઓને જેલહવાલે કરાયા
જામનગર નજીક દરેડમાં પરપ્રાંતિય યુવકની હત્યાના ચારેય આરોપીઓને જેલહવાલે કરાયા
Published on: 29th September, 2026

જામનગરના દરેડમાં મિત્ર પાસેથી ઉછીના રૂપિયા માંગવા બાબતે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ એક યુવકને લાકડાના ધોકા વડે મોતને ઘાટ ઉતાર્યો. બિહારના રહેવાસી અને દરેડમાં મજૂરી કામ કરતા સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (ઉ.વ. 28) પર વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ, વિરમ ઉર્ફે રાધે અને રવીરાજસિંહ કંચવાએ હુમલો કર્યો. પોલીસે ફરિયાદ નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા છે.