ગોલ્ડી બ્રારનો FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સમાવેશ
ગોલ્ડી બ્રારનો FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સમાવેશ
Published on: 29th September, 2026

અમેરિકાની તપાસ એજન્સી FBI એ ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારને તેના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો છે. ગોલ્ડી બ્રારની માહિતી આપનારને 1 મિલિયન USD (લગભગ 9.5 કરોડ રૂપિયા) સુધીના ઇનામની જાહેરાત કરાઈ છે. ગોલ્ડી બ્રાર સંગઠિત ગુના, ટારગેટેડ હત્યાઓ, જબરદસ્તી વસુલી અને નશીલા પદાર્થોની તસ્કરી જેવા ગુનાઓમાં સામેલ છે. FBI એ તેને હિંસક, હથિયારબંધ અને ખતરનાક ગણાવ્યો છે. ગોલ્ડી બ્રાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે, જે ઉત્તર અમેરિકામાં સક્રિય છે.