અમદાવાદના ઓઢવમાં જન્માષ્ટમી ફાળા મુદ્દે જૂથ અથડામણ
અમદાવાદના ઓઢવમાં જન્માષ્ટમી ફાળા મુદ્દે જૂથ અથડામણ
Published on: 05th September, 2026

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જન્માષ્ટમીની રાત્રે મોહમ્મદ કસાઈની ચાલીમાં ફાળો ઉઘરાવવા બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ. આ તકરાર જોતજોતામાં હિંસક બની અને બંને પક્ષે લાકડીઓ વડે હુમલો થયો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો. પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો. ઓઢવ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી 8 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે.