લૂંટ અને હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો.
લૂંટ અને હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો.
Published on: 31st March, 2026

સુરત ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી રાજ પાટીલ ઉર્ફે સંજય પાટીલને ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ થયું હતું. સચિન હોજીવાલા રોડ પર મજૂરને ચપ્પુ બતાવી 8000 રૂપિયાની લૂંટ કરી હતી. આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત 7 ગુના નોંધાયેલા છે. પોલીસને બાતમી મળતા મરોલી ચાર રસ્તા પાસેથી ધરપકડ કરાઈ. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી.