ધો.૧૨ ના વિદ્યાર્થી પર ત્રણ યુવકો દ્વારા હુમલો
ધો.૧૨ ના વિદ્યાર્થી પર ત્રણ યુવકો દ્વારા હુમલો
Published on: 26th September, 2026

ધો.૧૨ માં અભ્યાસ કરતો એક ૧૭ વર્ષીય વિદ્યાર્થી મિત્રો સાથે વડોદરાના વાઘોડિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે બાઇક પર આવેલા ત્રણ યુવકોએ 'મારી સામે કેમ જુવે છે' તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેઓએ વિદ્યાર્થી પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાખોરે 'હું બાપોદનો ભરવાડ છું, તારે લડવું હોય તો બાપોદ આવ' તેવી ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.