સુરત: 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ₹1.48 કરોડની છેતરપિંડી, ઠગોએ 26 દિવસ ખેલ આચર્યો.
સુરત: 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ₹1.48 કરોડની છેતરપિંડી, ઠગોએ 26 દિવસ ખેલ આચર્યો.
Published on: 19th February, 2026

સુરતમાં 72 વર્ષીય વૃદ્ધને સાયબર ઠગોએ 'ડિજિટલ એરેસ્ટ'ના નામે 26 દિવસ માનસિક દબાણમાં રાખી ₹1.48 કરોડ પડાવ્યા. ઠગોએ ધાર્મિક મેસેજનો ડર બતાવી વિડીયો કોલથી નજરકેદ રાખ્યા. ડરથી વૃદ્ધે જમાપૂંજી ટ્રાન્સફર કરી, છેતરપિંડીનો અહેસાસ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. પોલીસ તપાસ ચાલુ.