રાજકોટ ગ્રામ્યમાં જુગારના ત્રણ દરોડા, ૧૫ શખ્સો ઝડપાયા
રાજકોટ ગ્રામ્યમાં જુગારના ત્રણ દરોડા, ૧૫ શખ્સો ઝડપાયા
Published on: 01st September, 2026

રાજકોટ ગ્રામ્ય પંથકમાં જુગારના ત્રણ અલગ-અલગ દરોડામાં કુલ ૧૫ શખ્સો પત્તા ટીંચતા ઝડપાયા હતા. રેન્જ આઇજી ટીમે જામકંડોરણા નજીક વાડીમાં દરોડો પાડી રાજકોટ, ગોંડલ, કંડોરણાના સાત ખેલીઓને રૂ. ૨.૭૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે એલસીબી ટીમે ઈસરા ગામની વાડીમાં પાંચ જુગારીઓને ઝડપી રોકડ કબજે કરી હતી. કોટડાસાંગાણી પોલીસે સતાપર ગામે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને દબોચી રોકડ જપ્ત કરી હતી, જ્યારે એક ફરાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.