રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર 11 કિ.મી.નો વિસ્તાર ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર 11 કિ.મી.નો વિસ્તાર ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર
Published on: 13th October, 2026

રાજકોટ શહેરમાં ટ્રાફિક સુધારવા અને અકસ્માતો રોકવા માટે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના 11 કિ.મી. વિસ્તારને ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો છે. સાઇકલ ટ્રેક, સર્વિસ રોડ અને ફૂટપાથ પર પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. નિયમભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે, જ્યારે ઇમરજન્સી વાહનોને મુક્તિ અપાઈ છે.