લંડનમાં ખુલ્લેઆમ ચાકુબાજીની ઘટના: બે લોકોના મોત, આરોપી ગંભીર રીતે ઘાયલ.
Published on: 29th July, 2025
Londonના બર્મોન્ડસીમાં કોમર્શિયલ પરિસરમાં ચાકુબાજીની ચોંકાવનારી ઘટના બની. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા, અન્ય બે ઘાયલ. મેટ્રોપોલિટન પોલીસને સોમવારે બપોરે એક વાગ્યે માહિતી મળી. પોલીસ અનુસાર, આ ચાકુબાજીમાં એક 58 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, જ્યારે 27 વર્ષીય યુવકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. London Stabbing Incident.