મોરબી રોજગાર મેળામાં બેરોજગારોની ઉપેક્ષા
મોરબી રોજગાર મેળામાં બેરોજગારોની ઉપેક્ષા
Published on: 07th June, 2026

મોરબીમાં રોજગાર મેળાના નામે યોજાયેલા કાર્યક્રમમાં બેરોજગાર યુવાનોની ઘોર ઉપેક્ષા થઈ. 1166 ઉમેદવારોની નોંધણી થઈ, 30 કંપનીઓ દ્વારા 657ની પસંદગીનો દાવો કરાયો. પરંતુ, નેતાઓ અને અધિકારીઓ માટે એર-કૂલરની વ્યવસ્થા હતી, જ્યારે નોકરીની આશાએ આવેલા યુવાનો આકરી ગરમીમાં પરસેવે નહાઈ રહ્યા હતા. ભાજપના કાર્યકરો આગળની ખુરશીઓ પર ગોઠવાઈ ગયા હતા, જેમના માટે કાર્યક્રમ હતો તે યુવાનો પાછળની હરોળમાં હતા. રાજ્યમંત્રી અમૃતિયા, સાંસદ પરસોતમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.