બ્રિટનમાં 23 વર્ષીય છૂટાછેડા કેસનો અંત, ભારતીય મહિલાને મળ્યા 85 કરોડ
બ્રિટનમાં 23 વર્ષીય છૂટાછેડા કેસનો અંત, ભારતીય મહિલાને મળ્યા 85 કરોડ
Published on: 04th June, 2026

બ્રિટનના કાનૂની ઇતિહાસમાં સૌથી લાંબા અને ચર્ચાસ્પદ છૂટાછેડાના કેસનો 23 વર્ષ બાદ આખરે અંત આવ્યો છે. લંડનના ભારતીય મૂળના દંપતી વર્ષા ગોહિલ અને ભદ્રેશ ગોહિલ વચ્ચે 2002થી ચાલી રહેલી કાનૂની લડાઈમાં હાઈકોર્ટે વર્ષા ગોહિલના પક્ષમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે વર્ષાને £6.6 મિલિયન એટલે કે આશરે 85 કરોડનું સેટલમેન્ટ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ કેસ અત્યંત જટિલ બન્યો હતો, જેમાં પતિએ સંપત્તિ છુપાવવા અને મની લોન્ડરિંગના આરોપો પણ સામે આવ્યા હતા.