સુરતના દેલાડ ગામની રામકિશન કોલોનીમાંથી 2.67 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
સુરતના દેલાડ ગામની રામકિશન કોલોનીમાંથી 2.67 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
Published on: 21st August, 2026

ઓલપાડ-સાયણ મેઈન રોડ પર દેલાડ ગામની રામકિશન કોલોનીમાંથી પોલીસે રૂ. 2.67 લાખના વિદેશી દારૂ સાથે એક બુટલેગર ચંદુ ઉર્ફે ચંદો સુકાભાઇ રાઠોડને ઝડપી પાડ્યો છે. પોલીસે 1,789 બોટલ અને બિયર ટીન કબજે કર્યા છે. આરોપી પાસેથી રૂ. 5,000 નો મોબાઈલ ફોન પણ મળ્યો. દારૂ આપનાર મેહુલ નામના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ રેડ સાયણ આઉટ ચોકીની ટીમે રાત્રે 11:30 કલાકે કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.