Menu
બાબરા મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ માટે વધારાના કોમ્પ્યુટર ઓપરેટર ની જરૂર
Published on: 15th May, 2025

બાબરા મામલતદાર કચેરીમાં એક જ કોમ્પ્યુટર ઓપરેટરની હાજરીને કારણે વિદ્યાર્થીઓને જાતિ, નોનક્રિમિનલ, આવક જેવા વિવિધ દાખલા મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવવી પડે છે. ધોરણ 10 અને 12ના પરિણામ આવ્યા પછી, ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી દસ્તાવેજોની માંગ વધતી જ રહી છે. શહેર ભાજપના મહામંત્રી જગદીશ વાવડીયાએ જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને રાજ્ય સરકારને માહિતી આપી વધુ કોમ્પ્યુટર ઓપરેટર ફાળવી તાકીદ કરી છે, જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે અને સેવા ઝડપી મળી શકે.