જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ થશે કે નહીં?
જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ થશે કે નહીં?
Published on: 11th August, 2026

લાખો સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના (Old Pension Scheme - OPS) ને ફરીથી લાગુ કરવાની માંગણી વચ્ચે, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે હાલમાં OPS ફરીથી શરૂ કરવાની કોઈ યોજના નથી. સરકારના જણાવ્યા મુજબ, OPS લાગુ કરવાથી રાજકોષ પર મોટો બોજ પડશે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે NPS (National Pension System) છોડીને OPS અપનાવનારા રાજ્યોને NPS માં જમા થયેલ ફંડ પાછું મળશે નહીં, કારણ કે વર્તમાન કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી.