ડ્રાઇવરની હત્યા: આરોપી પતિ જેલમાં, મહિલા કંડક્ટરની ધરપકડ બાદ રિમાન્ડ
ડ્રાઇવરની હત્યા: આરોપી પતિ જેલમાં, મહિલા કંડક્ટરની ધરપકડ બાદ રિમાન્ડ
Published on: 23rd September, 2026

વડોદરાના આજવારોડની એક સ્કૂલ બસના ડ્રાઇવર રમેશભાઇ ગણપતરાવ પવારની હત્યામાં મહિલા કંડક્ટર પૂજા ખડસે અને તેના પતિ હિમાંશુની સંડોવણી બહાર આવી છે. ત્રણ લાખ રૂપિયાની લોન બાબતે થયેલા ઝઘડા બાદ પૂજાએ તેના પતિ સાથે મળીને ડ્રાઇવરની હત્યા કરી લાશ હાઇવે પર ફેંકી દીધી હતી. પોલીસે મહિલા કંડક્ટરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં હત્યામાં વપરાયેલો સળિયો અને બસ કબજે કરાઈ છે. આરોપી પતિને જેલભેગો કરાયો છે.