છોટી કાશીમાં ગણેશ વિસર્જનનો 9મો દિવસ: 228 મૂર્તિઓનું ભાવિકોએ કર્યું ભાવભેર વિસર્જન
છોટી કાશીમાં ગણેશ વિસર્જનનો 9મો દિવસ: 228 મૂર્તિઓનું ભાવિકોએ કર્યું ભાવભેર વિસર્જન
Published on: 23rd September, 2026

જામનગર શહેરમાં ગણેશોત્સવના નવમા દિવસે 228 જેટલી ગણેશ મૂર્તિઓનું કૃત્રિમ કુંડ ખાતે ભાવિકો દ્વારા વિધિવત વિસર્જન કરવામાં આવ્યું. ખંભાળિયા બાયપાસ (કુંડ-1) ખાતે 159 અને સરદાર રિવેરા સોસાયટી (કુંડ-2) ખાતે 69 મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન થયું. કુલ મળીને નવ દિવસમાં બંને કુંડમાં 3774 મૂર્તિઓનું વિસર્જન થયું છે, જે મુજબ મનપાના સુત્રોએ માહિતી આપી. હજુ ગુરુવાર સુધી મૂર્તિઓનું વિસર્જન ચાલુ રહેશે.