ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર ભરતી
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર ભરતી
Published on: 29th August, 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડર (LCR 2026-27) હેઠળ કુલ 3000 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં 1000 બિન-હથિયારી લોકરક્ષક, 1000 હથિયારી લોકરક્ષક અને 1000 SRPF જગ્યાઓનો સમાવેશ થાય છે. ધોરણ 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. GPRB દ્વારા અરજી પ્રક્રિયા, શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી માટે https://gprb.gujarat.gov.in/ ની મુલાકાત લો.