ટેલિગ્રામ આતંકી પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યું, હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ
ટેલિગ્રામ આતંકી પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યું, હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારની દલીલ
Published on: 18th June, 2026

મેસેજિંગ એપ ટેલિગ્રામ પર લાગેલા અસ્થાયી પ્રતિબંધ સામે કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ટેલિગ્રામ આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સૌથી અનુકૂળ પ્લેટફોર્મ બની ગયું છે. ટેલિગ્રામના પ્રતિનિધિઓને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવી હતી અને તેમના તારણો રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઈમરજન્સી સત્તાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે અંગે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો. NEET પરીક્ષા પેપર લીક બાદ એક અઠવાડિયાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ CEOએ તેનો વિરોધ કર્યો છે.