29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે
29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે
Published on: 17th May, 2026

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મુસાફરો માટે વધુ એક વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૨૯મીથી ભાવનગરથી શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે. આ રેલ સુવિધા ભાવનગરથી ૨૬ જૂન અને શકૂર બસ્તીથી ૨૭ જૂન સુધી ઉપલબ્ધ રહેશે. ભાવનગરથી દર શુક્રવારે અને શકૂર બસ્તીથી દર શનિવારે ટ્રેન દોડશે, બન્ને દિશામાં ૨૩ સ્ટેશન પર હોલ્ટ અપાયો.