AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ, રોકાણકારો ચિંતિત
AI સજ્જ હેકર્સે 600 મિલિયન ડૉલર્સની લૂંટ ચલાવતા ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ, રોકાણકારો ચિંતિત
Published on: 17th May, 2026

Crypto Market News: એઆઈથી સજ્જ હેકર્સના વધતા ખતરા વચ્ચે 130 અબજ ડોલરના ક્રિપ્ટો સેક્ટરમાં ચિંતા ઊભી થઈ છે. હેકરોએ એપ્રિલ મહિનામાં બે મોટા હુમલામાં 600 મિલિયન ડોલરની ચોરી કરી હતી.  આ હુમલા બાદ એક મોટા પ્લેટફોર્મમાંથી રોકાણકારોએ બે દિવસમાં જ લગભગ 9 અબજ ડોલરની રકમ ઉપાડી લીધી હતી. જ્યારે, અન્ય એક કંપનીને ભારે આર્થિક ફટકો પડયો હતો. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં હુમલાખોરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટારગેટ પસંદ કરીને હુમલાની પદ્ધતિ તૈયાર કરી હતી.