ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
સરકારે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 3 કરોડ ટનથી 15% વધારીને 3.45 કરોડ ટન કર્યો. કમોસમી વરસાદને કારણે ઘઉંની ગુણવત્તા બગડી છે અને ખેડૂતોને નીચા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. આથી વધુ ખેડૂતો ટેકાના ભાવે વેચશે, જેને ધ્યાનમાં રાખી સરકારે ખરીદી ટાર્ગેટ વધાર્યો હોવાનું મનાય છે.
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15% વધારીને 3.45 કરોડ ટન કરાયો.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે. PTIના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાંક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે.
મધ્ય-પૂર્વમાં સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર, કાલે ન્યૂઝીલેન્ડ સાથે કરશે મોટી ડીલ પર હસ્તાંક્ષર
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબના રાજકારણમાં પક્ષપલટા બાદ હવે સુરક્ષાને લઈને નવો વિવાદ છેડાયો છે. પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહના ઘરની બહાર થયેલા વિરોધ પ્રદર્શન અને પંજાબ સરકાર દ્વારા સુરક્ષા હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે હરભજન સિંહ સહિત ભાજપમાં જોડાયેલા તમામ 7 સાંસદોને CRPFની સુરક્ષા પૂરી પાડી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હરભજન સિંહ ઉપરાંત સંદીપ પાઠક, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા અને વિક્રમજીત સાહનીને હવે કેન્દ્રીય સુરક્ષા દળોનું રક્ષણ મળશે.
પંજાબ સરકારે Z+ હરભજનની સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનું કવચ
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
આમ આદમી પાર્ટી (AAP)માં મોટા ભંગાણ વચ્ચે પંજાબની ભગવંત માન સરકારે પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે 'ટર્બનેટર' ટૂંક સમયમાં જ AAPને અલવિદા કહીને કેસરીયો ધારણ કરી શકે છે. હરભજન સિંહના અંગત સચિવ (PA) મનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબ સરકારે અચાનક કાર્યવાહી કરતા તેમની સંપૂર્ણ પોલીસ સિક્યોરિટી પાછી ખેંચી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર તહેનાત અંદાજે 9 થી 10 જવાનોનો પહેરો હટાવી દેવામાં આવ્યા છે.
પંજાબ સરકારે હરભજન સિંહની સિક્યોરિટી પાછી ખેંચી, ઘરની બહારથી જવાનોનો પહેરો હટ્યો.
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું રવિવારે નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણકારી પરિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આપી છે. રઘુ રાયના નિધનથી ભારતીય પત્રકારત્વ અને કળા જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. રઘુ રાયની કારકિર્દીની સૌથી ચર્ચિત અને હૃદયદ્રાવક તસવીર 1984ના ભોપાલ ગેસકાંડની હતી. ગેસ ગળતર બાદ એક માસૂમ બાળકની નિર્જીવ આંખોવાળી તેમની તસ્વીરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. આ તસવીરમાત્ર એક ફોટો નહીં, પણ કોર્પોરેટ બેદરકારી સામે વૈશ્વિક સ્તરે ઉઠેલો અવાજ બની ગઈ હતી.
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી... ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર 100 મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. CM મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં આયોજિત હાઈ-પ્રોફાઈલ ડિનર દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ ઘટના પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો વિરોધ નોંધાવ્યો છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના નેતાઓ સુરક્ષિત હોવા બદલ રાહત વ્યક્ત કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વોશિંગ્ટન ડીસીની એક હોટલમાં બનેલી તાજેતરની સુરક્ષા ઘટના બાદ એ જાણીને રાહત થઈ છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી અને ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે
ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
એમેચ્યોર રેડીયો સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત હિલટોપ કોન્ટેસ્ટમાં દેશભરની 42 ટીમોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ઇન્સ્ટિટયૂટ ઓફ એમેચ્યોર રેડીયો ની ટીમે ભાગ લઈને પ્રથમ સ્થાન મેળવ્યું. સ્પર્ધા અંતર્ગત ટીમોએ પોતાના રાજ્યમાં આવેલા પર્વતો અથવા ઊંચી ટેકરીઓ પર હેમ સ્ટેશન સ્થાપિત કરીને એકબીજા સાથે સંપર્ક સાધ્યો. ગુજરાતની ટીમે પાલીતાણા કદમ્બગિરી કમળાઈ માતા મંદિર નજીક હેમ સ્ટેશન સ્થાપિત કર્યું હતું. ટીમનું નેતૃત્વ રૂચિર પુરોહિત દ્વારા કરાયું હતું. સાથે જ ડો. જગદીશ પંડ્યા અને પ્રવીણ વલેરાએ માર્ગદર્શન આપ્યું.
દેશભરની હેમ રેડિયો સ્પર્ધામાં ગાંધીનગરની ટીમે મેદાન મારી પ્રથમ સ્થાન હાંસલ કર્યું
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દુનિયાભરમાં દર 24 કલાકે 89 નવા લોકો સુપર-રિચ ક્લબમાં સામેલ થઈ રહ્યા છે, જેમની સંપત્તિ 3 કરોડ ડોલરથી વધુ છે. ભારતમાં શ્રીમંતોની સંખ્યા 2021માં લગભગ 12,000 થી વધીને 2026માં 19,877 થઈ ગઈ, જે 63% નો વધારો છે. અંદાજ છે કે 2031 સુધીમાં દેશમાં અબજોપતિઓ 51% વધીને 313 થઈ જશે. ગ્લોબલ અલ્ટ્રા-વેલ્થમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 2.8% છે, પણ તે સતત વધી રહ્યો છે.
ભારતમાં અબજોપતિઓની સંખ્યા વિશ્વમાં ત્રીજા ક્રમે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
અમદાવાદ: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થતાં ભારતની Engineering નિકાસમાં મોટો ઘટાડો થયો છે. UAEમાં 66.8% અને સાઉદી અરેબિયામાં 45% ઘટાડો થયો છે. માર્ચમાં UAEમાં Engineering માલની નિકાસ ઘટીને $237.4 મિલિયન થઈ, જે ગયા વર્ષે $714.8 મિલિયન હતી. પરિસ્થિતિ ચિંતાજનક છે.
દેશની Engineering નિકાસમાં મોટો ઘટાડો: પશ્ચિમ એશિયા યુદ્ધ અને Shipping રૂટ બંધ થવાથી અસર.
સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
અમેરિકાના ટેરિફ અને ઈરાન યુદ્ધથી નિકાસને ફટકો પડતા, સરકારે સોનાચાંદીની જ્વેલરીના નિકાસકારોને રાહત આપવા Duty Drawback નિયમો હેઠળ વધુ રિફંડ આપવાનો નિર્ણય કર્યો છે. 24 એપ્રિલના નોટિફિકેશન મુજબ, સોનાની જ્વેલરી અને પાર્ટ્સ માટે નવા Duty Drawback દર લાગુ થશે. આ પગલાથી નિકાસકારોને ફાયદો થશે.
સોનાચાંદીની જ્વેલરીની નિકાસના Duty Drawback દરમાં વધારો: નિકાસકારોને રાહત.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000થી 79500 વચ્ચે અથડાશે એવી શક્યતા, વૈશ્વિક પરિબળો અને પરિણામોની અસર રહેશે.
Iran-America વચ્ચે યુદ્વ વિરામ લંબાવી Trumpએ આશ્ચર્યમાં મૂક્યા. ક્રૂડ ઓઈલના ભાવ વધીને 105 ડોલર થયા. Geopolitical ટેન્શન અને કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર છે. IT ઉદ્યોગની સ્થિતિ નબળી હોવાથી IT શેરોમાં ઘટાડો થયો છે. Pakistanના યુદ્વના અંત માટે પ્રયાસોથી બજાર રિબાઉન્ડ થઈ શકે છે. પરિસ્થિતિમાં આગામી સપ્તાહમાં બજારમાં રિકવરી આવી શકે છે.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000થી 79500 વચ્ચે અથડાશે એવી શક્યતા, વૈશ્વિક પરિબળો અને પરિણામોની અસર રહેશે.
છોટાઉદેપુરની પ્રાઈમ કો-ઓપ. બૅન્કમાં લૉકર સુવિધા શરૂ.
છોટાઉદેપુરમાં Prime Co-op. Bank દ્વારા આધુનિક લૉકર સુવિધા શરૂ કરાઈ. નગરજનોને વાજબી ભાવે સુરક્ષિત લૉકર મળશે. 22 એપ્રિલે માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા અને નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા ઉદ્ઘાટન કરાયું. MD આદિલ ગાંધીએ બેન્કની 47 શાખાઓ અને ભવિષ્યના વિઝન વિશે વાત કરી. Branch Manager ચિરાગ શાહે મહેમાનોને આવકાર્યા.
છોટાઉદેપુરની પ્રાઈમ કો-ઓપ. બૅન્કમાં લૉકર સુવિધા શરૂ.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
દિલ્હી પોલીસે 1997ના હત્યા કેસના ફરાર આરોપી સલીમ અહેમદને 25 વર્ષે પકડ્યો. આરોપીને આજીવન કેદ થઈ હતી, પણ જામીન પર ભાગી ગયો હતો. તેણે પોતાને મૃત જાહેર કર્યો અને UP, હરિયાણામાં ઓળખ છુપાવીને રહેતો હતો. UP પોલીસે તેને સુરક્ષા આપી હતી. દિલ્હી પોલીસને આ સફળતા મળી.
1997ની હત્યાનો આરોપી, જામીન પર ફરાર, 25 વર્ષ પછી પકડાયો.
HIV પોઝીટીવ લગ્નોત્સુક પસંદગી મેળો: 10 રાજ્યોના 650 ઉમેદવારો, 12 લગ્ન નક્કી.
ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ HIV એઇડ્સ દ્વારા HIV પોઝિટિવ યુવક-યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન થયું. આ મેળાનો હેતુ HIV પોઝિટિવ વ્યક્તિઓને સન્માનજનક જીવન જીવવાની પ્રેરણા આપવાનો છે. 14મા મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના 650 ઉમેદવારોએ ભાગ લીધો, જેમાં 12 યુવક-યુવતીના લગ્ન નક્કી થયા. HIV સંક્રમણની રોકથામ અને નવી પેઢીને HIV મુક્ત કરવાનો આ પ્રયાસ છે.
HIV પોઝીટીવ લગ્નોત્સુક પસંદગી મેળો: 10 રાજ્યોના 650 ઉમેદવારો, 12 લગ્ન નક્કી.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
જયપુરના મહારાણી ગાયત્રી દેવીના કલેક્શનનું ૧૭મી સદીનું કાંસાનું નક્ષત્રયંત્ર, જેને ખગોળીય કોમ્પ્યુટર માનવામાં આવે છે, તેની આગામી સપ્તાહે લંડનમાં Sotheby's દ્વારા હરાજી થશે. જહાંગીરના સમયકાળમાં બનેલા આ ઇસ્લામિક આર્ટના અદભુત નમૂનાની હરાજીમાં 15 થી 25 લાખ પાઉન્ડ ઉપજવાની આશા છે. આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે.
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની UKમાં હરાજી થવાની છે.
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
પંજાબ આપમાં અસંતોષ અને BJP દ્વારા ઓપરેશન લોટસના દાવા વચ્ચે, પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડીને BJPમાં જોડાય તેવી અટકળો છે. રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોને અયોગ્ય જાહેર કરવાની આપની માગણીથી રાજકીય માહોલ ગરમાયો છે. સ્વાતિ માલિવાલે કેજરીવાલના સંરક્ષણમાં આપમાં ભ્રષ્ટાચર વધ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 MLA આપ છોડે તેવી અટકળો: રાજકીય ગરમાવો.
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી: નાણામંત્રાલય દ્વારા બેન્કોને સતર્ક રહેવાની સૂચના.
અમેરિકન AI કંપનીના મિથોસ મોડેલના ખોટા હાથમાં પડવાના અહેવાલોથી ખતરો વધી ગયો છે. નાણામંત્રી અને IT મંત્રીએ બેન્કોના પ્રમુખો સાથે બેઠક કરી IT સિસ્ટમ, ગ્રાહકોના ડેટા અને નાણાં સુરક્ષિત રાખવા તાકીદ કરી છે. બેન્કિંગ સેક્ટરને રિયલ ટાઈમ ઈન્ટેલિજન્સ શેરિંગ મિકેનિઝમ બનાવવા નાણામંત્રાલયનું સૂચન કરાયું અને એલર્ટ રહેવા જણાવ્યું છે.
મિથોસ AIથી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાની ચેતવણી: નાણામંત્રાલય દ્વારા બેન્કોને સતર્ક રહેવાની સૂચના.
પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર'
પંજાબમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદોને લઈને રાજકીય તોફાન તેજ બન્યું છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિતના નેતાઓ સામે રસ્તા પર ઉતરેલા કાર્યકરોનો રોષ જોવા મળી રહ્યો છે. જલંધરમાં હરભજન સિંહના નિવાસસ્થાનની બહાર અજાણ્યા લોકોએ કાળા રંગથી પંજાબનો ગદ્દાર લખી વિરોધ નોંધાવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ પર પ્રહારો કર્યા હતા. માને જણાવ્યું કે, ભાજપ પ્રાદેશિક પક્ષોને ગળી જનારો પક્ષ છે. આ ઘટનાક્રમ પર ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજી મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ અને પક્ષ છોડનારા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ: હરભજન સિંહના ઘરની બહાર લખાયું 'ગદ્દાર'
2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત
ભારતના પૂર્વોત્તર રાજ્યો મણિપુર અને મિઝોરમમાં વસતા બની મેનાશે સમુદાય માટે 23 એપ્રિલનો દિવસ ઐતિહાસિક બની ગયો. આ સમુદાયના 250 સભ્યો જ્યારે ઈઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઉતર્યા, ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. 27 સદીઓ પહેલા વિખૂટા પડેલા આ લોકોને ઈઝરાયલ સરકારે લોસ્ટ ટ્રાઇબ્સ (ખોવાયેલા યહૂદી કબીલા) તરીકે આવકાર્યા છે. આ પ્રવાસીઓની ઘર વાપસી ઈઝરાયલના ખાસ કાર્યક્રમ ઓપરેશન વિંગ્સ ઓફ ડૉન અંતર્ગત કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈઝરાયલના ઇમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે પોતે હાજર રહીને તેમનું સ્વાગત કર્યું હતું.
2700 વર્ષ બાદ વતન વાપસી: ભારતથી ઈઝરાયલ પહોંચેલા 'બની મેનાશે' યહૂદીઓનું ભવ્ય સ્વાગત
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા શરૂ કરીને અનેક મતદારોના નામ કાપી નાખ્યા હતા, જોકે તેમ છતાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાનાં મતદાનમાં ‘વોટિંગ ટકાવારી’ અને ‘કુલ મતદારોની સંખ્યા’માં વધારો થતાં જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ગુરુવારે 16 જિલ્લામાં 152 બેઠકો પર મતદાન યોજાયું હતું, ત્યારે આ જ બેઠકો પર 2021માં પણ મતદાન યોજાયું હતું. 2021 અને 2026ની આંકડાઓની તુલના કરતા આ વખતની ચૂંટણીમાં 24 લાખ મતો વધી ગયા હોવાની વિગતો સામે આવી છે.
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા
દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ
દેશની હોસ્પિટલોમાં ICU એટલે કે ગંભીર સારવાર એકમોની સ્થિતિ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આઈસીયુ માટે નક્કી કરેલા લઘુત્તમ ધોરણોને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ICU સેવાઓ માટેના માર્ગદર્શિકા તૈયાર છે, જે વ્યવહારુ અને અનિવાર્ય છે. હવે દરેક રાજ્યના આરોગ્ય સચિવે એક સપ્તાહની અંદર નિષ્ણાતો સાથે બેઠક યોજીને તેને જમીની સ્તરે લાગુ કરવાની યોજના બનાવવી પડશે.
દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ
મરજીથી ત્યાં ગયા હતા...', રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ
રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના વતી લડતા 10 ભારતીય નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આમાંના મોટાભાગના લોકોને નોકરીની લાલચ આપીને લલચાવીને રશિયા લઈ જઈને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમાંથી મોટાભાગના લોકો પોતાની મરજીથી ગયા હતા. મૃતકોમાં મોટાભાગના યુવાનો છે અને ભારતમાં તેમની 25-26 વર્ષીય પત્નીઓ વિધવા બની ગઈ છે.
મરજીથી ત્યાં ગયા હતા...', રશિયામાં ભારતના 10 દીકરાના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ
EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.
EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા?
AAP માટે રાજકીય સંકટના વાદળો ઘેરાયા છે. પક્ષના 7 રાજ્યસભા સાંસદોએ સાથ છોડી દેતા માત્ર દિલ્હી જ નહીં, પણ પંજાબમાં પણ મોટા ઉથલપાથલની શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને 2027ની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક જેવા દિગ્ગજ નેતાઓનું જવું પાર્ટી માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ બંને નેતાઓએ 2022ની ચૂંટણીમાં ઉમેદવારોના સિલેક્શનથી લઈને સંગઠન ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પક્ષના લગભગ 50% ધારાસભ્યો માને છે કે તેમને ટિકિટ અપાવવામાં આ નેતાઓનો જ હાથ હતો.
રાજ્યસભા જ નહીં હવે પંજાબમાં મોટો ખેલ કરશે રાઘવ ચઢ્ઢા?
મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેનો વંશીય સંઘર્ષ હજુ શમ્યો નથી ત્યાં હવે નાગા અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. શુક્રવારે ઉખરુલ જિલ્લામાં થયેલી બે અલગ-અલગ ગોળીબારની ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. વહેલી સવારે તાંગખુલ નાગા અને કુકી સમુદાયના સશસ્ત્ર જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ અથડામણમાં 29 વર્ષીય તાંગખુલ યુવક હોરશોકમી જમાંગનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના થોડા સમય બાદ કુકી બહુલ વિસ્તાર એવા મુલ્લમ ગામમાં પણ ગોળીબાર થયો હતો. જેમાં લેતલાલ સિતલ્હો અને પાઓમિનલુન હાઓલાઓ નામના બે કુકી યુવકોના મોત થયા છે.
મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર
હિમંતાનું નિવેદન, તેજસ્વીના રોડ શોમાં ધક્કામુક્કી અને આજે રાહુલ ગાંધીની રેલીઓ
આસામના CM હિમંતા બિસ્વા સરમાએ બંગાળમાં ભાજપ સરકાર બનવા પર ઘૂસણખોરોને લાત મારીને કાઢવાની વાત કરી. બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થયેલું ભૂલાશે નહીં. તેજસ્વી યાદવના રોડ શોમાં ધક્કામુક્કી થઈ. સ્થાનિક પ્રશાસને સ્થિતિ સંભાળી. આજે રાહુલ ગાંધી હુગલી, કોલકાતાના શહીદ મીનાર મેદાન અને દક્ષિણ 24 પરગણામાં રેલી કરશે. બંગાળ ચૂંટણીના આ 4 મોટા અપડેટ્સ છે.
હિમંતાનું નિવેદન, તેજસ્વીના રોડ શોમાં ધક્કામુક્કી અને આજે રાહુલ ગાંધીની રેલીઓ
દૂર્ગના મૈત્રી બાગ ઝૂમાં ગરમી સામે ખાસ વ્યવસ્થા.
ભિલાઈના મૈત્રી બાગ ઝૂ ઝૂમાં 400થી વધુ દુર્લભ વન્યજીવ પ્રજાતિઓ ગરમીનો સામનો કરે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળામાં પ્રાણીઓને ઠંડક મળી રહે તે માટે કૂલર, પંખા અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓ હાઇડ્રેટેડ રહે.
દૂર્ગના મૈત્રી બાગ ઝૂમાં ગરમી સામે ખાસ વ્યવસ્થા.
ફોર્બ્સની યાદીમાં ઇલોન મસ્કની સંપત્તિ અને દાનની સરખામણી: ગેટ્સ-બફેટના દાનથી રેન્કિંગમાં ફેરફાર.
ફોર્બ્સે અમીરોની યાદીમાં દાનને ધ્યાનમાં રાખીને 'ટ્રુ નેટ વર્થ' રેન્કિંગ જાહેર કરી. ઇલોન મસ્કે ઓછું દાન કર્યું હોવાથી તેઓ પ્રથમ સ્થાને રહ્યા. બિલ ગેટ્સ અને વોરેન બફેટે દાન ન કર્યું હોત તો તેઓ બીજા-ત્રીજા ક્રમે હોત. મેકેન્ઝી સ્કોટ 26મા સ્થાને હોત, જ્યારે જેફ બેઝોસ ટોપ 5માંથી બહાર થઈ જાત. રીડ હેસ્ટિંગ્સે પોતાની સંપત્તિનો એક-ચતુર્થાંશ ભાગ દાન કર્યો છે.
ફોર્બ્સની યાદીમાં ઇલોન મસ્કની સંપત્તિ અને દાનની સરખામણી: ગેટ્સ-બફેટના દાનથી રેન્કિંગમાં ફેરફાર.
રાઘવ ચઢ્ઢા: AAPના 7 સાંસદોથી રાજ્યસભામાં NDAની તાકાત વધી, BJP બહુમતીની નજીક.
AAPના 7 સાંસદો BJPમાં જોડાતા રાજ્યસભામાં NDAની સ્થિતિ મજબૂત થઈ છે, જેનાથી BJP બહુમતીની નજીક પહોંચી છે. NDA પાસે હવે 145 સભ્યોનું સમર્થન છે, જ્યારે BJPના પોતાના 113 સાંસદો છે. બહુમતી માટે તેમને 123 સભ્યોની જરૂર છે. બંધારણીય સુધારા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે, જેમાં NDA હજુ પાછળ છે. નિયમ મુજબ AAPના 7 સાંસદોનું સભ્યપદ રદ થવાનું જોખમ નથી.