ભારતમાં Green SM ઇલેક્ટ્રિક ટેક્સી સેવા શરૂ, 8 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું
ભારતમાં Green SM ઇલેક્ટ્રિક ટેક્સી સેવા શરૂ, 8 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું
Published on: 01st June, 2026

વિયેતનામની વિનફાસ્ટ (VinFast) કંપની ભારતમાં Green SM નામની નવી ઇલેક્ટ્રિક ટેક્સી સેવા લોન્ચ કરવા જઈ રહી છે. આ સેવા દિલ્હી-NCR થી શરૂ થશે અને ભવિષ્યમાં અન્ય શહેરોમાં પણ વિસ્તૃત થઈ શકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઇલેક્ટ્રિક ટેક્સી નેટવર્ક સ્થાપિત કરવાનો છે. કંપની લગભગ 15,000 ઇલેક્ટ્રિક ટેક્સીઓનો કાફલો ઉતારવાની યોજના ધરાવે છે, જેમાં વિનફાસ્ટની ઇલેક્ટ્રિક કારોનો ઉપયોગ થશે. આ સેવા પ્રતિ કિલોમીટર માત્ર 8 રૂપિયાના આકર્ષક ભાડામાં ઉપલબ્ધ થશે.