જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
Published on: 15th March, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ સિલિન્ડરની કાળાબજારી રોકવા પુરવઠા વિભાગે હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું. ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના જથ્થાની, સ્ટોક રજિસ્ટરની ચકાસણી કરાઈ. વ્યાપારી હેતુના સિલિન્ડર જથ્થાની તપાસ, નિયમ મુજબ સિલિન્ડર વપરાશ અને સંગ્રહખોરી અંગે તપાસ કરાઈ.