જામનગર શ્રાવણી લોકમેળાના 35 પ્લોટના ટેન્ડર ખોલાયા
જામનગર શ્રાવણી લોકમેળાના 35 પ્લોટના ટેન્ડર ખોલાયા
Published on: 14th August, 2026

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 11 દિવસીય શ્રાવણી લોકમેળા માટે કુલ 43 પ્લોટના ટેન્ડર જાહેર કરાયા હતા. જેમાં 35 પ્લોટ માટે ઓફલાઈન અને મનોરંજનની મોટી રાઈડ્સના 8 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. 35 પ્લોટ માટે 88 ઓફલાઈન ટેન્ડર પ્રાપ્ત થયા હતા, જેમાંથી 7 પ્લોટ માટે માત્ર 7 ટેન્ડર આવતા અનેક સવાલો ઉભા થયા છે. આજે, શુક્રવારે, 8 મોટી રાઈડ્સ માટેના ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવશે. હાલ 35 પ્લોટ માટેની આવક જાહેર કરવામાં આવી નથી, પરંતુ તમામ પ્લોટની આવક આજે જાહેર કરાશે.