નર્મદાની ગૃહિણી જયાબેન કેળાની વેફર્સના ગૃહઉદ્યોગથી બની સફળ ઉદ્યોગ સાહસિક
નર્મદાની ગૃહિણી જયાબેન કેળાની વેફર્સના ગૃહઉદ્યોગથી બની સફળ ઉદ્યોગ સાહસિક
Published on: 11th September, 2026

નર્મદા જિલ્લાના વાવડી ગામના જયાબેન કમલેશ વસાવાએ 'મિશન મંગલમ' યોજના હેઠળ 'સાંઈ મિશન મંગલમ જૂથ' સાથે જોડાઈ સફળ ઉદ્યોગ સાહસિક બન્યા છે. ઘર સંભાળતી સામાન્ય ગૃહિણીમાંથી, યોગ્ય તાલીમ અને સરકારી ધિરાણ મેળવી તેમણે સ્થાનિક કેળામાંથી વેફર્સ બનાવવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો. શરૂઆતમાં નાના પાયે શરૂ થયેલા આ ઉદ્યોગમાં, વેફર્સની ગુણવત્તા અને સ્વાદને કારણે હવે દર મહિને 15 થી 18 હજારની કમાણી કરી રહ્યા છે.