દુકાનદારોની ચાલાકી નહીં ચાલે: 0.4% MDR ચાર્જ પર સરકારની કડક નજર
દુકાનદારોની ચાલાકી નહીં ચાલે: 0.4% MDR ચાર્જ પર સરકારની કડક નજર
Published on: 18th September, 2026

ડિજિટલ પેમેન્ટ કરતા કરોડો લોકો માટે રાહતના સમાચાર છે. 15 ઑક્ટોબરથી રૂ. 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર 0.4% Merchant Discount Rate (MDR) નો બોજ ગ્રાહકો પર નહીં પડે. નાણા મંત્રાલયે પેમેન્ટ એગ્રીગેટર્સ અને UPI સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠકો શરૂ કરી છે જેથી વેપારીઓ આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલી ન શકે. આ ચાર્જ દુકાનદાર કે વેપારીએ ચૂકવવાનો રહેશે, જ્યારે ગ્રાહકો દ્વારા થતા P2P પેમેન્ટ મફત રહેશે.