ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી
Published on: 15th June, 2026

પેટ્રોલ પંપોથી ડીઝલ ખરીદવા પર નિયંત્રણ મૂકવાનાં સરકારનાં પગલાંથી હોસ્પિટલો, આઇટી કેમ્પસ, ડેટા સેન્ટરો અને ઔદ્યોગિક એકમોમાં ચિંતા વધી ગઇ છે. આ તમામ સંસ્થાઓ ઇમરજન્સી બેક અપ માટે અને વધારે માંગવાળા સમયમાં વિજળીનાં નિયમિત સ્ત્રોત સ્વરૂપે પણ ડીઝલ જનરેટર પર ખૂબ વધારે નિર્ભર રહે છે. સરકારે ૧૧ જૂનથી ઔદ્યોગિક, કોમર્શિયલ અને સંસ્થાકીય ગ્રાહકો માટે પેટ્રોલ પંપો પરથી ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રિટેલ આઉટલેટ પરથી ડીઝલનું વેચાણ પ્રતિ વાહન કે પ્રતિ ગ્રાહક ૨૦૦ લિટર સુધી મર્યાદિત કરી દીધું છે. આ પગલાનો ઉદ્દેશ સપ્લાય બચાવવો અને રિટેલ ગ્રાહકો માટે બનેલા ઇંધણનો ખોટો ઉપયોગ રોકવાનો છે.