જૂનાગઢ સોની બજાર પર PMની અપીલની અસર: રોકાણ અને શોખની ખરીદી બંધ, જૂના સોનાનું રિપ્રોડક્શન વધ્યું
જૂનાગઢ સોની બજાર પર PMની અપીલની અસર: રોકાણ અને શોખની ખરીદી બંધ, જૂના સોનાનું રિપ્રોડક્શન વધ્યું
Published on: 01st June, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવાની અપીલની અસર જૂનાગઢની સોની બજારમાં જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, અપીલ બાદ ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને રોકાણ અને શોખ માટે થતી સોનાની ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. લોકો નવા ઘરેણાં ખરીદવાને બદલે જૂનું સોનું આપીને રિપ્રોડક્શન કરાવી રહ્યા છે. ચૂંટણી બાદ બંગાળી કારીગરો પણ પરત ફર્યા નથી, જે મંદીને વધુ અસર કરી રહ્યું છે. મધ્યમ વર્ગ દ્વારા થતી ગીની અને બિસ્કીટની ખરીદી પણ લગભગ બંધ થઈ ગઈ છે.