MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો
MSMEને રૂ.40 લાખ કરોડથી વધુની લોન મળી, એક વર્ષમાં 20% નો વધારો
Published on: 28th June, 2025

ભારતના MSME ક્ષેત્રને આપવામાં આવેલી લોન 40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. રિપોર્ટ મુજબ, માર્ચ 2025 સુધી MSME દ્વારા મળેલી કુલ લોન ગયા વર્ષ કરતા 20% વધુ હતી. આ વધારાનું કારણ બેંકો દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રો માટે ધિરાણ આપવાની નીતિ મજબૂત બની છે અને સરકારે MSME માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ઉપરાંત, વ્યવસાયમાં વધતા ડિજિટાઇઝેશનને કારણે પણ લોન મેળવવાનું સરળ બન્યું છે. જેના લીધે MSME સેક્ટરનો વિકાસ થયો છે.