એપલનો મોંઘો Folded iPhone Duo
એપલનો મોંઘો Folded iPhone Duo
Published on: 11th September, 2026

હાલમાં જ લોન્ચ થયેલો એપલનો Folded iPhone Duo તેની જંગી કિંમત રૂ. ૨,૯૯,૯૦૦ ને કારણે ચર્ચામાં છે. સામાન્ય જનતા માટે આ કિંમત વિચારવી પણ મુશ્કેલ છે. જોકે, ભારતીયો આઇફોન ખરીદવા માટે પણ બચત કરવાના રસ્તા શોધી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આ iPhone Duo દુબઈ, બેંગકોક કે હોંગકોંગ જેવા શહેરોમાં ભારતીય કિંમત કરતાં આશરે રૂ. ૭૦,૦૦૦ જેટલો સસ્તો મળી રહ્યો છે. આમ, ત્યાં બે દિવસનું રોકાણ અને ફ્લાઇટના ખર્ચ પછી પણ નોંધપાત્ર બચત થઈ શકે છે, જે તેને ભારતમાં ખરીદવા કરતાં વધુ આકર્ષક બનાવે છે.