ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ
Published on: 15th June, 2025

નવી દિલ્હી : પશ્ચિમ એશિયાઈ બજારો, ખાસ કરીને ઈરાન અને ઈરાકમાં મજબૂત માંગને કારણે ભારતીય પરંપરાગત ચાના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષથી તણાવ વધવાનો ભય છે, જેના કારણે આ ક્ષેત્રમાં ચાનો પુરવઠો ખોરવાઈ શકે છે જેના પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટ ઉભું થવાના એંધાણ સાંપડે છે. ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ચા વહન કરતા કાર્ગો પહેલાથી જ નીકળી ગયા છે, કેટલાક હજુ પણ શિપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. તેથી, હાલના અને ભવિષ્યના ઓર્ડર અંગે ચિંતા છે. આ સંઘર્ષની પરિસ્થિતિ તેમજ નિકાસ અંગે ચિંતિત છીએ.