ભારત બન્યું યુરોપનું મુખ્ય ડીઝલ સપ્લાયર
ભારત બન્યું યુરોપનું મુખ્ય ડીઝલ સપ્લાયર
Published on: 06th September, 2026

મધ્ય પૂર્વમાં તણાવ અને વૈશ્વિક પુરવઠાની અડચણો વચ્ચે, રશિયા અને અમેરિકા તરફથી યુરોપને થતી ડીઝલની સપ્લાય ધીમી પડી છે. આ પરિસ્થિતિમાં, ભારત યુરોપ માટે એક મુખ્ય ડીઝલ સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. Vortexa અને PTI ના અહેવાલો અનુસાર, ઓગસ્ટ 2026 માં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ (Bab el-Mandeb) મારફતે યુરોપ પહોંચેલા કુલ ડીઝલમાંથી લગભગ 60% જથ્થો ભારતીય રિફાઇનરીઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે, જે યુરોપમાં ભારતીય ડીઝલના વધતા દબદબાને દર્શાવે છે.