ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય
ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો, વધુ એક વસ્તુ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય
Published on: 28th June, 2025

ભારતે બાંગ્લાદેશથી જુટ અને સંબંધિત ફાઈબર ઉત્પાદનોની import પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું બંને દેશો વચ્ચેના તણાવને કારણે લેવાયું છે. DGFT દ્વારા જાહેર કરાયેલા notification મુજબ, મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર સિવાય અન્ય તમામ જમીન માર્ગો અને બંદરો દ્વારા બાંગ્લાદેશના શણ ઉત્પાદનોની import પર પ્રતિબંધ લાગુ થશે. SAFTAની જોગવાઈઓ હેઠળ બાંગ્લાદેશથી આવતા શણ ઉત્પાદનોની સબસિડીવાળી importને કારણે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે. આ પ્રતિબંધ સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે લેવામાં આવ્યો છે.