સોના પર આયાત ડયુટી વધારાથી જૂના દાગીનાના રિસાયક્લિંગમાં વધારો
સોના પર આયાત ડયુટી વધારાથી જૂના દાગીનાના રિસાયક્લિંગમાં વધારો
Published on: 21st June, 2026

સોના પર કસ્ટમ ડયુટીમાં થયેલા તાજેતરના વધારાથી અપેક્ષિત પરિણામો દેખાઈ રહ્યા છે. ડયુટી વધારા પહેલા માસિક ૭૦-૧૦૦ ટન સોનાની આયાત હવે ઘટીને ૨૫-૩૦ ટન પ્રતિ મહિને થઈ ગઈ છે. આ પગલાથી સ્થાનિક બજારમાં જૂના સોનાના રિસાયક્લિંગમાં વધારો થયો છે. ૧૩ મેથી, સોના અને ચાંદી પર મૂળભૂત કસ્ટમ ડયુટી ૫% થી વધારીને ૧૦% કરવામાં આવી છે, અને ૫% કૃષિ અને વિકાસ સેસ લાગુ કરાયો છે, જેનાથી અસરકારક ડયુટી ૧૫% થઈ ગઈ છે. આ વધારાનો હેતુ આયાત નિયંત્રિત કરવો, વિદેશી હૂંડિયામણ બચાવવું અને વેપાર ખાધ ઘટાડવાનો હતો.