LPG સિલિન્ડર રિફિલ બુકિંગમાં 45 દિવસની મુદતનો અંત
LPG સિલિન્ડર રિફિલ બુકિંગમાં 45 દિવસની મુદતનો અંત
Published on: 07th September, 2026

કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર રિફિલ બુકિંગના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. ઈરાન-અમેરિકા સંકટને કારણે અગાઉ 45 દિવસ કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારો માટે રિફિલ બુકિંગની મુદત હવે ઘટાડીને 25 દિવસ કરી દેવામાં આવી છે. આ નિર્ણય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને તાત્કાલિક લાગુ કરવાનો આદેશ અપાયો છે. આ ફેરફાર બાદ શહેરોની જેમ ગામડાઓમાં પણ એક બુકિંગ પછી બીજા બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર રાખવું પડશે. પુરવઠાની સ્થિતિ સુધરતાં સામાન્ય જનતાને રાહત આપવામાં આવી રહી છે.