સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો
બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી ભાવ સતત ઘટી રહ્યા છે, જેના કારણે રોકાણકારો અને ખરીદદારો માટે રાહત મળી છે. MCX પર ચાંદીના ભાવમાં 3 દિવસમાં રૂ. 8,733નો ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. IBJA મુજબ પણ ભાવ ઘટ્યા છે.
