GEL અને GTL દ્વારા ગુજરાત સરકારને રૂ.384.67 કરોડનું વિક્રમી ડિવિડન્ડ ચૂકવાયું
GEL અને GTL દ્વારા ગુજરાત સરકારને રૂ.384.67 કરોડનું વિક્રમી ડિવિડન્ડ ચૂકવાયું
Published on: 14th October, 2026

ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) એ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂ. 384.67 કરોડનું ડિવિડન્ડ ચૂકવી નવો નાણાકીય રેકોર્ડ સ્થાપ્યો છે. આ અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે, જેમાં GELએ રૂ. 324 કરોડ અને GTLએ રૂ. 60.67 કરોડ આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આ ચેક સ્વીકાર્યા હતા. સ્કીમ ઓફ એરેન્જમેન્ટ બાદ રાજ્ય સરકારનું શેરહોલ્ડિંગ વધતાં આ લાભ શક્ય બન્યો છે.