ગોધરા ST વર્તુળ: ડ્રાઇવરોને તાલીમ આપી બસ દીઠ રોજ 2 લિટર ડીઝલ બચાવવાનો પ્રયાસ
ગોધરા ST વર્તુળ: ડ્રાઇવરોને તાલીમ આપી બસ દીઠ રોજ 2 લિટર ડીઝલ બચાવવાનો પ્રયાસ
Published on: 01st June, 2026

ગોધરા એસટી વર્તુળ દ્વારા જાહેર પરિવહનમાં ડીઝલની બચત કરવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે. ટ્રેનરો દ્વારા ડ્રાઇવરોને એવી તાલીમ આપવામાં આવી રહી છે કે જેનાથી દરેક બસ દીઠ રોજ 2 લિટર ડીઝલની બચત થઈ શકે. પંચમહાલ એસટી વર્તુળની 500 થી વધુ બસોમાં રોજ 50 હજાર લિટર ડીઝલનો વપરાશ થાય છે, જેમાંથી એક માસમાં 30 હજાર લિટર ડીઝલ બચાવવાનો લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ આ પગલું લેવાયું છે, જેથી ઇંધણનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને જાહેર પરિવહન વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે.